WhatsApp Us
WhatsApp Us
+91 840 100 7373
29999
ચારધામ યાત્રા – 2026
દિવસ 01 : સુરત થી હરિદ્વાર.
સવારે વહેલા સુરત થી હરિદ્વાર ટ્રેન દ્વારા રવાના.
દિવસ 02 : હરિદ્વાર.
સવારે હરિદ્વાર રેલવે સ્ટેશન પર આગમન, સ્ટેશન થી હોટેલ ટ્રાન્સફર, હોટેલ માં ચેક ઇન કરી નાસ્તો કર્યા બાદ (સવ્ખર્ચે) ચામુંડા દેવી અને મંચ્છા દેવી મંદિર ના દર્શન, સાંજે હરકી પૌડી માં ગંગા આરતી દર્શન. સાંજે હોટેલ માં ડિનર અને રાત રોકાણ. (હરિદ્વાર ના સાઇટસીન સવ્ખર્ચે રેહસે)
દિવસ 03 : હરિદ્વાર-બારકોટ / સાયનાચટ્ટી / જાનકીચટ્ટી (210/40/7 કિમી/06 કલાક ડ્રાઇવ):-
સવારે નાસ્તો કાર્ય બાદ હરિદ્વારથી ચેક આઉટ કરી અને બરકોટ તરફ જઈશું રસ્તામાં તમે મસૂરી અને કેમ્પ્ટી ધોધ પર થોડો સમય રોકી શકો છો. બાદમાં બારકોટ તરફ આગળ જઈશું. બારકોટ આગમન હોટેલ માં ચેક ઈન, બારકોટ ખાતે રાત્રિભોજન અને રાત્રિ રોકાણ.
ખાસ નોધ: હરિદ્વાર થી બરકોટ જતાં મસુરીના રસ્તે જો ટ્રાફિક હોય અથવા કોઈ તકલીફ જણાશે તો આપની ગાડી વિકાસનગર વાળા રોડથી આપની ગાડી બરકોટ જશે જ્યાં મસૂરી કે કેમ્પ્ટી ધોધ આવશે નહીં બરકોટ માં હોટેલ માં ચેક ઇન અને રાત્રિ રોકાણ।
દિવસ 04 : બારકોટ / સાયનાચટ્ટી / જાનકીચટ્ટી - યમુનોત્રી – બારકોટસયાનચટ્ટી / જાનકીચટ્ટી
વહેલી સવારે અંદાજે 4.00 વાગ્યે બરકોટ થી આપની ગાડી જાનકીચટ્ટી તરફ જશે. જે આપણાં ચારધામ માંથી પહેલા ધામ યમુનોત્રીદેવી ના દર્શન માટે લાઇ જશે. જાનકીચટ્ટી પહોંચ્યા બાદ ગાડી પાર્કિંગ માં ઊભી રહેશે જ્યાંથી યમુનોત્રીદેવી મંદિર લગભગ 6.5 Km ના અંતરે આવેલું છે. આ રસ્તો તમે ઘોડા-ખચ્ચર પર બેસીને અથવા પાલખી કે પીઠુ ની મદદ થી અથવા ચાલીને જઈ શકો છો, નદીના કિનારે સ્થિત યમુના દેવી મંદિરની મુલાકાત લો. આ મંદિરની બાજુમાં ગરમ પાણીનો ઝરણું છે. મંદિરના દર્શન કરતા પહેલા યાત્રાળુઓ અહીં પવિત્ર સ્નાન કરે છે. દર્શન કર્યા પછી જાનકીચટ્ટી પર પાછા ફરો જ્યાં આપણી ગાડી પાર્કિંગ માં હશે, પાર્કિંગ સુધી યાત્રી એ આવાનું રહેશે (ગાડી પાર્કિંગ માં હશે) દરેક યાત્રી પરત આવી ગયા બાદ આપણી ગાડી બરકોટ હોટેલ તરફ જશે. બારકોટ હોટેલ માં રાત્રિભોજન અને રાત્રિ રોકાણ રહેશે.
દિવસ 05 : બરકોટ-ઉત્તરકાશી (115 કિમી/5 કલાક):
સવારનો નાસ્તો કર્યા બાદ આપણે અંદાજે 10.00 વાગ્યે ઉત્તરકાશી તરફ જઈશુ. બરકોટ થી ઉત્તરકાશી 100km ના અંતરે આવેલું છે, લગભગ 4-5 કલાક નો સમય ઉત્તરકાશી જતાં થશે, રસ્તામાં મેહરગાંવ માં શિવગુફા આવશે ત્યાં દર્શન માટે રોકાઈશું, ત્યારબાદ ઉત્તરકાશી માં કાશિવિશ્વનાથ મંદિર માં દર્શન કરી ઉત્તરકાશી હોટેલ પહોંચીશું સાંજે હોટેલમાં આરામ કરો હોટેલમાં રાત્રિભોજન અને રાત્રિ રોકાણ.
દિવસ 06 : ઉત્તરકાશી – ગંગોત્રી - ઉત્તરકાશી (100 કિમી દરેક બાજુ, 3.5 કલાક):
સવારે વહેલા ઉઠી નાસ્તો કર્યા પછી આપણે બીજા ધામ ગંગોત્રી તરફ જઈશું, ગંગોત્રીદેવી મંદિર ઊત્તરકાશી થી લગભગ 90km ના અંતરે આવેલું છે જ્યાં પહોંચતા લગભગ 4 કલાક નો સામે લાગશે. રસ્તામાં આપણે ગંગનાની ખાતે રોકાઈ શકીએ છીએ જ્યાં ફરીથી ગરમ પાણીના ઝરણાં છે. તમે અહીં ડૂબકી લગાવી શકો છો. ત્યારબાદ આપણે ભૈરવઘાટી તરફ આગળ જઈશું જ્યાં ભૈરવ મંદિરમાં દર્શન કરી ગંગોત્રી મંદિર પહોંચીશું. અહીં ભક્તો ભગીરથી નદી પવિત્ર ડૂબકી લગાવે છે. જ્યાંથી તે ઉદ્ભવે તે ગૌમુખ કહેવાય છે. ગંગોત્રી મંદિરમાં દર્શન કરી મનોહર વાતાવરણમાં આનંદ માણી શકો છો. બપોરે ઉત્તરકાશી પાછા ફરીશું, ઉત્તરકાશીમાં રાત્રિભોજન અને રાત્રિ રોકાણ.
દિવસ 07 : ઉત્તરકાશી- ગુપ્તકાશી (210 કિમી/8 કલાક):-
વહેલો નાસ્તો કર્યા પછી આપણે ઉત્તરકાશી થી આપણે ચેક આઉટ કરી ગુપ્તકાશી તરફ આગળ વધીશું, આ રસ્તો 220km જેટલો છે જેના માટે લગભગ 8-9 કલાક જેટલો સામે લાગશે. આ રસ્તામાં કોઈ સાઇટસીન આવશે નહીં સાંજે ગુપ્તકાશીની હોટેલ માં ચેક ઈન. ગુપ્તકાશી /ફાટા માં રાત્રિભોજન અને રાત્રિ રોકાણ.
દિવસ 08 : ગૌરીકુંડ – ભીમ્બલી – લેંચોલી - કેદારનાથ કેમ્પ (10 કિલોમીટર માર્ગે, 18-20 કિલોમીટર એક માર્ગે ટ્રેક):
આ દિવસે સવારે ખુબજ વહેલા ઉઠી ને યાત્રા શરૂ કરવાની રહેશે ગુપ્તકાશી / ફાટાથી સોનપ્રયાગ જવામાટે આપની ગાડી મૂકી જશે ત્યારબાદ યાત્રા માટે પગપાળા જવાનું રહેશે. આપણી ગાડી સીતાપુર પાર્કિંગ સુધી યાત્રીઓને મૂકશે, સીતાપુર પાર્કિંગ થી સોનપ્રયાગ ચાલીને જવાનું રહેશે, જ્યાં યાત્રા રજીસ્ટ્રેશન ની તપાસ કરી આગળ જવાદેવામાં આવશે. આશરે 500 મીટર જેટલું ચાલ્યા બાદ ગૌરીકુંડ જવામાટે શટલ ગાડીઓ મળશે જે તમને ગૌરીકુંડ પાસે ડ્રોપ કરશે (શટલ ગાડી નો અદાજીત ખર્ચ 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ રહેશે) કેદારનાથ દર્શન માટે નો ટ્રેક અહીથી શરૂ થાય છે જે 18 કિલોમીટર જેટલો છે આ ટ્રક શરૂ કરતાં પહેલા ગૌરીકુંડમાં સ્નાન કરવું, ત્યારબાદ કેદારનાથ મંદિર તરફ આપણે આગળ જઈશું. કેદારનાથ મંદિર સુધી નો 18 કિલોમીટર નો રસ્તો મુશ્કેલ હોવાથી તમે તમારી સગવડ મુજબ ઘોડા, ખચ્ચર, પાલખી કે પીઠુ કરાવી શકો છો. આ દરમિયાન રસ્તા માં ભીમ્બલી, લેંચોલી અને બડી લેંચોલી રહેવા માટે તંબુ ની સુવિધા પણ મળી રહેશે, 18 કિલોમીટર નો ટ્રેક પૂર્ણ થાય બાદ ઘોડા પઢાવ આવસે જ્યાંથી આગળ 500 મીટરના અંતરે આપણે જે ટેન્ટ માં રોકવાનું છે એ આવશે. ટેન્ટમાં તમરો સમાન મૂકી મંદિર માં દર્શન કરવા. કેદારનાથમાં દર્શન કર્યા બાદ કેદારનાથ કેમ્પ્સમાં રાત્રી રોકાણ.
જે લોકો કેદારનાથ દર્શન માટે હેલીકોપ્ટર નું બૂકિંગ કરાવ્યું હશે તેઓએ હેલી ટિકિટ ના સમય કરતાં 2 કલાક વહેલા પહોંચી જવાનું રહેશે, જો હેલી નું બૂકિંગ એકજ દિવસે રિટર્ન હશે તો એના માટે અમને અગાઉ થી જાણ કરવાની રહેશે નહીં તો હોટેલમાં રૂમ મળી શકશે નહીં
દિવસ 09 : કેદારનાથ-ગુપ્તકાશી:
જો પહેલા દિવસે દર્શન બાકી રહી ગયા હોય તો આ દિવસે સવારે વહેલા લાઇન માં ઊભા રહી દર્શન કરી શકશે. ત્યારબાદ મંદિરની પાસે ભીમશીલા (2013 આવેલી આપદા માં મંદિર ની પાછળના ભાગમાં આવેલી મોટી શીલા) શંકરાચાર્ય સમાધિ અને ભૈરવ મંદિર ના દર્શન કરી સોનપ્રયાગ પાછા આવવું. આપની ગાડી સીતાપુર પાર્કિંગ માં હશે જે તમને હોટેલ પર લાવશે, હોટેલમાં આરામ કરો. ગુપ્તકાશી ખાતે રાત્રિભોજન અને રાત્રિ રોકાણ.
(જ્યાં સુધી આપણી ગાડીને લઈ જવાની પરવાનગી મળસે ત્યાં સુધી આપણે લઈ જઈશું,ત્યાંથી આગળ જે પણ અંતર બાકી રેહસે તે યાત્રિક યે સવ્ખર્ચે જવાનું રેહસે)
જે લોકો દર્શન વહેલા કરીને આવે છે તેઓ સોનપ્રયાગથી ત્રિયુગીનારાયણ ના દર્શન માટે સ્વખર્ચે ગાડીથી જઈ શકશે, ત્રિયુગીનારાયણ મંદિર ભગવાન શિવ અને પાર્વતી માતા ના લગ્ન માટે જાણીતું છે આ મંદિર માં ભગવાન શિવ અને પાર્વતી માતા ના લગ્ન થાય હતા જે સોનપ્રયાગ થી લગભગ 11 કિલોમીટર ના અંતરે આવેલું છે જ્યાં જવામાટે સોનપ્રયાગ થી ગાડી મળી રહેશે. રોકાણ (કેદારનાથ માં જમાવની સુવિધા યાત્રી એ જાતે કરવાની રહેશે,
નોધ: કેદારનાથ કેમ્પસ માં રાત્રી રોકાણ ની વયવસ્થા હોટેલ માં ડોમેટ્રી રૂમમાં કરેલ હોવાથી નીચે સામાન બસ માં રાખીને જરૂર પૂરતો જ સામાન લઈ જવો (રેનકોટ /છત્રી,)તેમજ ત્યાં ઉપર જમવાની વયવસ્થા જાતે કરવાની રેહસે . નીચે (ફાંટા/ગુપ્તકાશી) આ દિવસે હોટેલ માં રમ આપવામાં આવસે નહીં,
દિવસ 10 : ગુપ્તકાશી- પીપલકોટી (220Kms/7 કલાક):-
સવારે નાસ્તો કર્યા પછી, આપણે પીપલકોટી તરફ આગળ વધીશુ. ગુપ્તકાશી થી પીપલકોટી જતાં રસ્તામાં ચોપતા વેલી આવશે અહીથી તુંગનાથ મહાદેવ પણ જવાશે જે માટે અંદજીત 5 કિલોમીટર જેટલો ટ્રેક છે. આપણે ચોપટા ખાતે માર્ગમાં થોડો સમય રોકીએ છીએ. તમે અહીંથી બરફથી ઢંકાયેલ હિમાલયના શિખરોના સુંદર દૃશ્યનો આનંદ માણી શકો છો. જ્યારે તમે ઔષધીય જંગલોમાંથી સુંદર ડ્રાઇવનો આનંદ માણી આપણે પીપલકોટી તરફ આગળ વધીએ છીએ રસ્તામાં ચમોલી એક નાનું શહેર આવશે ત્યારબાદ આપણે પીપલકોટી પહોંચીશું. પીપલકોટી ખાતે રાત્રિભોજન અને રાત્રિ રોકાણ.
દિવસ 11 : પીપલકોટી – બદ્રીનાથ - પીપલકોટી (165 કિમી/06 કલાક):-
સવારે પીપલકોટી માં નાસ્તો કરી આપણે બદ્રીનાથ તરફ આગળ વધીશુ પીપલકોટી થી બદ્રીનાથ નો રસ્તો 75 કિલોમીટર જેટલો છે જેના માટે અંદાજિત 2 – 2.5 કલાક નો સામે લાગશે, બદ્રીનાથ માં જાજરમાન નીલ ખાંટ શિખરની સુંદરત પહાડીઓ થી ઘેરેલું છે બદ્રીનાથ પહોંચી આપની ગાડી પાર્કિંગ માં ઊભી રહેશે, પાર્કિંગ થી બદ્રીનાથ મંદિર 300 મીટરના અંતરે આવેલું છે. અહીં ગરમ પાણીનો ઝરણું છે જેને તપ્ત કુંડ કહે છે. બદ્રીનાથ મંદિરના દર્શન કરતા પહેલા ભક્તો અહીં પવિત્ર સ્નાન કરે છે. બદ્રીનાથજી ના દર્શન કર્યા પછી આપની ગાડી માના ગામ તરફ રવાના થશે જે લગભગ 3 કિલોમીટર ના અંતરે આવેલું છે. ભારત-ચીન બોર્ડર પર આવેલું આ છેલ્લું ગામ છે. આ ગામ સરસ્વતી નદીનું ઉદ્ભવસ્થાન પણ છે અને મહાભારત કાળ સાથે સંકળાયેલું છે, જ્યાં વેદ વ્યાસે મહાભારત લખ્યું હતું અને પાંડવો અહીંથી સ્વર્ગમાં જવા માટે ગયા હતા, તેથી તેને હવે 'ભારતનું પ્રથમ ગામ' કહેવામાં આવે છે, તેમાં ગણેશ ગુફા, ભીમ પુલ અને સતોપંત ટ્રેક જેવા ઘણા પૌરાણિક સ્થળો છે. સાંજે પીપલકોટી પરત ફરીશું રાત્રિ જમવાનું અને રોકાણ પીપલકોટીમાં રહેશે.
દિવસ 12 : પીપલકોટી – હરિદ્વાર (140Kms/04Hrs):-
સવારે હોટેલમાં નાસ્તો કાર્ય પછી ચેક આઉટ કરી હરિદ્વાર જઈશું, હરિદ્વાર જતા રસ્તા માં આપણે 4 પ્રયાગ આવશે જેમાં સૌથી પહેલા કર્ણપ્રાયગ આવશે જે અલકનંદા અને નંદાકિની નદી નો સંગમ છે ત્યારબાદ કર્ણપ્રાયગ આવશે જે અલકનંદા અને પિંડરા નદીનો સંગમ છે ત્યારબાદ રુદ્રપ્રયાગ આવશે જે અલકનંદા અને મંદાકિની નદીનો સંગમ છે. રુદ્રપ્રયાગ થી 20 કિલોમીટર ના અંતરે માતા ધારીદેવી મંદિર આવશે ધારીદેવી એક શક્તિશાળી દેવી છે જેને મા કાલીનો અવતાર માનવામાં આવે છે, સ્થાનિક લોકોનું માનવુ છે કે, આ દેવીને ચારધામ અને પહાડોના રક્ષક દેવીના રૂપમાં પૂજવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેમની રહસ્યમય મૂર્તિ દિવસમાં ત્રણ વખત સ્વરૂપ બદલે છે, બાલિકા, યુવતી અને વૃદ્ધા. ધારીદેવી માતા ના દર્શન કરી આગળ ચોથું પ્રયાગ દેવપ્રયાગ આવશે જે ભાગીરથી અને અલકનંદા નદી નો સંગમ સ્થાન છે જે આગળ જઈને ગંગા નદી બને છે. આપની ગાડી દેવપ્રયાગ પાસે થોડા સમય માટે ઊભી રહેશે જેથી નીચે દર્શન માટે જઈ શકશે. ત્યારબાદ આપણે ઋષિકેશ સામેની અનુસરતા મુજબ ઋષિકેશ માં થોડો સમય રોકાઈ હરિદ્વાર પહોંચીશું. હરિદ્વાર માં હોટેલ માં ચેક ઇન કરી આરામ. રાત્રે હરિદ્વાર હોટેલમાં જમવાનું અને રોકાણ રહેશે
દિવસ 13 : હરિદ્વાર – સુરત તરફ જવા રવાના
સવારે હોટેલ માં નાસ્તો કાર્ય બાદ હોટેલ માંથી ચેક આઉટ કરી ટ્રેન ના સમય મુજબ રેલ્વે સ્ટેશન ડ્રોપ.
સમાવેશ
સમાવેશ નથી
(જ્યાં સુધી આપણી ગાડીને લઈ જવાની પરવાનગી મળસે ત્યાં સુધી આપણે લઈ જઈશું,ત્યાંથી આગળ જે પણ અંતર બાકી રેહસે તે યાત્રિક યે સવ્ખર્ચે જવાનું રેહસે)
નોંઘ : યાત્રા દરમ્યાન જો લેન્ડ સ્લાઇડિંગ કે ટ્રાફિક જામ જેવી પરિસ્થિત થાય અને હોટેલ સુધી પોહચી શકાય એમ ના હોય તો , જે તે નજીક ના સ્થળે હોટેલ લેવી પડે તો એનું હોટેલ નું ભાડું ત્યાં ડાઇરેક્ટ ચૂકવાનું રેહસે. અને બૂક કરેલ હોટેલ થી રિફંડ મળસે નહીં. ચારધામ યાત્રા માં થોડી ગણી તકલીફ પડી જ સકે છે. તેમજ હોટેલ ત્યાં બેસિક કેટેગરી માં જ આવસે . રૂમ યાત્રી દીઠ અલગ અલગ હોટેલ ધ્વારા જ ફળવામાં આવસે એટલે રૂમ ની એક બીજા સાથે સરખામણી કરવી નહીં.
ભોજન વ્યવસ્થા
હોટેલ વ્યવસ્થા
-: પ્રવાસના સામાન્ય નિયમો અને શરતો :-
|
એક રૂમ માં 3-4 વ્યક્તિ |
30,000 / પ્રતિ વ્યક્તિ |
|
8-12 વર્ષ સુધી ના બાળકો (બેડ/મેટ્રેસ વગર) |
21000 / પ્રતિ બાળકો |
|
8 વર્ષ સુધી ના બાળકો (બેડ/મેટ્રેસ વગર) |
17000 / પ્રતિ બાળકો |